- મંત્રના અર્ધાંતે અને અંતે આવતો ખોડો વ્યંજન પૂર્ણ બોલાય છે. सहस्रपात् ને બદલે सहस्रपात |
किञ्चनाममत् ને બદલે किञ्चनाममत |
- મંત્રના અર્ધાંતે અને અંતે આવતા म् ની પછી સંપૂર્ણ म બોલાતા म् બેવડાય છે. वर्धनम् ને બદલે वर्धन्म्म
| गर्ब्भधम् ને બદલે गर्ब्भधम्म
। कल्पन्ताम् ને બદલે कल्पन्ताम्म
। જયારે આજ રીતે न् પણ બેવડાય છે. प्प्रथमान्यासन्न्
ને બદલે प्प्रथमान्यासन्न
। नरश्म्मीन् ને બદલે नरश्म्मीन्न
।
- य, શબ્દનો ઉચ્ચાર
·
કોઈ પણ સ્વરથી જોડાયેલો य,
શબ્દની શરૂઆતમાં હોય તોજ, તેનો ज ઉચ્ચાર થાય છે. यज्जाग्रतो ને બદલે
जज्जाग्रतो (નોંધ: य = य् + अ) । येन यज्ञस्तायते ને બદલે जेन जज्ञस्तायते ।
·
ऋ, य, र, કે ह સાથે
જોડાયેલો य, શબ્દની શરૂમાં,
મધ્યમાં, કે અંતમાં હોય તો પણ ज ઉચ્ચાર થાય છે.
·
એક શબ્દનો ક્રમશઃ બે વખત ઉપયોગ
થતો હોય તો પ્રથમ શબ્દમાં य નો ज થશે.
બીજા શબ્દમાં નહીં. यज्ज्ञेन यज्ज्ञ ને બદલે जज्ज्ञेन यज्ज्ञ । योगे योगे ને બદલે जोगे योगे । यतो यतः ને બદલે जतो यतः ।
- ष, શબ્દનો ઉચ્ચાર
·
ष નો ઉચ્ચાર બધે જ ख થાય છે. सुषारथिरश्श्वा ને બદલે सुखारथिरश्श्वा । ये वृक्षेषु शष्पिञ्जरानि ને બદલે जे व्रेक्षेषु शख्प्पिञ्जरानि ।
·
પણ, ટ વર્ગ (ट् , ढ् , ड् , ठ् , ण् ) સાથે સંયુક્ત (અર્ધા) ष् નો ख થતો
નથી. જેમકે, उष्ष्णीषिणे ને બદલે उष्ष्णीखिणे । प्रतिष्ट्त નું प्रतिष्ट्त જ. इष्ष्णन्निषाण ને બદલે इष्ष्णन्निखाण ।
- સ્વરયુક્ત ઉષ્માક્ષર श, ष, स, કે ह સાથે र् જોડાયેલો હોય (રેફ તરીકે
હોય) ત્યારે र् નો ઉચ્ચાર रे થાય છે. येषां वर्षमिखवः ને બદલે जेखां व्वरेखमिखवः ।
दर्शनम् ને બદલે दरेशनम्
। आनिर्हतेभ्यः ને બદલે आनिरेह्तेभ्यः । सहस्रशीर्षापुरुषः
ને બદલે सहस्रशीरेखापुरुखः । જયારે वर्ष्षाय च ને બદલે वर्-ख्ख्याय च ।
- ऋ કે र्ऋ ને બદલે બધે જ रे ઉચ્ચાર થાય છે. ऋचंव्वाचम्
ને બદલે रेचंव्वाचम् । निर्ऋते ને બદલે निरेरते ।
- શબ્દની શરૂઆતનો व બેવડાય છે.
व्व्रीहयश्चमे । व्वसुचमे । व्वयग्गु । व्वाजश्चमे ।
પણ वः, वा, वाम्, वौ, માં व બેવડાતો નથી.
- કોઈપણ સ્વર પછી સંયુક્ત (જોડ્યો) વ્યંજન બેવડાય છે. જેમ કે यक्ष्मञ्चमे
નું यक्क्ष्मञ्चमे (નોંધ: य = य् + अ, અને क्ष = क् + श् અને તેથી ઉપરના ઉદાહરણ મા क् બેવડાયો). તે રીતે बर्हिषिप्रोक्षन् નું बरेहिखिप्प्रोक्क्षन् । यत्प्रज्ञान
નું जत्त्प्रज्ज्ञान।
·
य्, र्, ल्, व्, श्,
ष्, स्, અને ह् પછી આવતો
કોઈપણ સ્પર્શ વ્યંજન બેવડાય છે. જેમ કે गृह्णाम्येषते નું ग्रेहण्णाम्म्येखते । सङ्कल्पमस्तु નું सङ्कल्प्पमस्तु । प्राणश्चमे
નું प्राणश्च्चमे ।
- અનુસ્વાર પછી श्, ष्, स्, કે ह् આવે તો હ્રસ્વ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ દીર્ઘ ग्गूँ થાય છે. અને દીર્ઘ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ હ્રસ્વ ग्गुँ થાય છે.
·
જેમ કે गणपतिं हवामहे નું गणपतिग्गूँ हवामहे
(નોંધ: गणपतिं ના
છેલ્લા અક્ષર तिं પછી हवामहे નો ह આવે
છે. तिं માં હ્રસ્વ ઇ આવતો હોવાથી
દીર્ઘ ग्गूँ થયેલ છે.)
·
અને मरुतां शर्द्धउग्रम् નું मरुताग्गुँ शर्द्धउग्रम् (નોંધ: मरुतां ના
છેલ્લા અક્ષર तां પછી शर्द्धउग्रम् નો श આવે
છે. અનુસ્વારનું ઉચ્ચારણ હ્રસ્વ ग्गुँ થયેલ છે.)
પણ અનુસ્વાર પછી श्, ष्, स्, કે ह् અન્ય
વ્યંજન સાથે સંયુક્ત હોય તો હ્રસ્વ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ હ્રસ્વ ग्गुँ અને
દીર્ઘ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ દીર્ઘ ग्गूँ થાય છે.
·
જેમ કે सर्वगणं स्वस्तये નું सर्वगणग्गुँ स्वस्तये અને देवानां ह्रदयेभ्यो નું देवानाग्गूँ ह्रदयेभ्यो