આમ તો દરેક નવો દિવસ એ, ભગવાન તમે આપેલી તાજી ભેટ છે. જાગૃત માણસ માટે દરેક દિવસ નવી શરુઆત બની શકે પણ ભગવાન, આજે મારો જન્મ દિવસ છે; અને એટલે આજનો દિવસ વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.
ધન, માન, કીર્તિ અને આરોગ્ય નથી માગતો પણ આ બધુ મને મળે તો એનો ઉપચોગ હું સહુના કલ્ચાણ અર્થે કરી શકુ એવો સર્વ પ્રત્ચેનો મૈત્રી ભાવ માગું છું.
આજના દિવસે, ભગવાન હું એમ નથી માગતો કે મારો રસ્તો સરળ બને, મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે; પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે એ હું માગું છું.
લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે. તરુણાઈ ને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તીને અભિમાનમાં મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય એ હું માગું છું. અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપત્તિ મેળવવાનો, જીવનની સ્પર્ધા ને હરણફાળમાં બીજાથી આગળ નીકળી જવાનો અવસર છે, અને પ્રાર્થના તો પછી ઘરડાં થઈશું ત્ચારે કરીશુ, અત્ચારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી એવું હું માનવા ન લાગું, એ હું આજે માગું છું. કારણકે પ્રાર્થના કરવી – તમારી નીકટ આવવું એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ તો હ્રદયનો સવાલ છે.
જુવાન હોઈએ ત્યારે અમે એમ વર્તીએ છીએ જાણે અમે ક્યારેય વૃધ્ધ થવાના નથી પણ સૂર્યને ઢળતો અટકાવી શકાતો નથી, ફૂલને કરમાતું રોકી શકાતું નથી. એટલે આ અમારી ખુમારી, આ થનગનાટ, આભ વીંઝતી પાંખો અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ સદાકાળ ટકી રહો એવી મારી માગણી નથી પણ એ બધું અસ્ત પામે ત્યારે એથી અદકી સુંદર બાબતો પરીપકવતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ મારામાં ઉદય પામે તેમ હું ઈચ્છું છું.
આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે તે માટે હું તમારો આભાર માનું છું. હું એવું હ્રદય માગું છું જે આ દુનિયાને તમારા માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે. એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું, મૂંગા પ્રાણીઓ, મધુર વનસ્પતિ – સૃષ્ટિને ચાહું; હવા, પાણી, અને ભુમિને દુષિત ન કરુ.
દરેક દિવસે હું એક પગથીયું ઊંચો ચડું. દરેક પગલે હું થોડોક તમારી નિકટ આવું. રોજરોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું. દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું.
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે આગલા વર્ષ કરતાં મારું જીવન વધું કૃતાર્થ બન્યું છે એમ હું કહી શકું એ હું માગુ છું.
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે, એ મને યાદ આપે છે કે સમય ઝડપથી વહી રહ્યો છે, દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી, આવતી કાલે કદાચ હું ન પણ હોઉં. તેથી આજનો દિવસ હું સંપૂંર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું. દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું અને પ્રત્યેક દિવસે વિદાય લેવા મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું.
આજે મારા જન્મદિવસે, ભગવાન એ હું તમારી પાસે માગું છું.
(પરમ સમીપે - કુન્દનિકા કાપડિયા)
(પરમ સમીપે - કુન્દનિકા કાપડિયા)
"સમય ઝડપથી વહી રહ્યો છે, દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી, આવતી કાલે કદાચ હું ન પણ હોઉં. તેથી આજનો દિવસ હું સંપૂંર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું. દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું..."
ReplyDelete- વાહ સર ... ખૂબ જ ઉમદા વિચારો છે આ પ્રાર્થનામાં !
"દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે આગલા વર્ષ કરતાં મારું જીવન વધું કૃતાર્થ બન્યું છે એમ હું કહી શકું એ હું માગુ છું."
ReplyDeleteReally such a great thing we should pray for..
Absolutely amazing thoughts....
ReplyDeleteThis is the beauty of literature and power of communication.
Today, I too pray that I contribute wherever I can and remain grateful for every opportunity that the Almighty has offered and face every failure with all the humbleness.
Thank you Sir for sharing this prayer with me.
ખુબજ સરસ વિચારો વ્યક્ત કર્યા છે અત્યંત હ્રદય સ્પર્શી ......
ReplyDelete