Tuesday, May 9, 2017

સંસાર ચક્ર
ભારતીય દર્શન સંસાર (સૃષ્ટિ) ને ચક્ર કહે છે. સંસાર ના કેન્દ્ર માં ઈશ્વર રહેલ છે. જેમ પૈડા ની ગતિ ધરી ની આસપાસ હોય છે, તેમ સંસાર ની ગતિ કેન્દ્ર સ્થિત ઈશ્વર ની આસપાસ હોય છે. ઈશ્વરને જુદા જુદા ધર્મોમાં જુદા જુદા નામે ઓળખવા માં આવે છે, જેમકે ખુદા, ગોડ, વગેરે વગેરે..પરંતુ બધા અંતે તો કેન્દ્ર સ્થિત એવી ઈશ્વરીય શક્તિની જ વાત કરે છે, જે પુરા વિશ્વનું સંચાલન કરે છે.
દરેક જીવ ની શોધ કેન્દ્ર સ્થિત ઈશ્વર જ છે. દરેક જીવની સફર અંતે તો ઈશ્વરને જ પામવાની સફર છે.
નીચે આકૃતિ માં જુદા જુદા રંગના વિભાગ દર્શાવેલ છે, જેને આપણે એક ધર્મ કે સંપ્રદાય કહી શકીએ. એક ધર્મમાં રહેલ વ્યક્તિઓ પણ પોતે જે વૃત્ત ઉપર છે તે પ્રમાણે અનુભૂતિ પ્રાપ્ત કરતા હોય છે. જેવી રીતે વર્તુળના વૃત્ત થી કેન્દ્રને જોડતી અનંત રેખાઓ છે તેમ ઈશ્વર તરફ લઇ જતા અનંત માર્ગ છે. દરેક જીવનો (જીવ ‘અ’, ‘બ’. ‘ક’) પોતાનો માર્ગ છે.


એકજ ધર્મ કે સંપ્રદાયમાં રહેલ હોય તો પણ દરેક જીવનો સફરનો માર્ગ અનન્ય જ હોય છે. જેમ સફરમાં આપણે કઈ બાજુ બેઠા છીએ તે પ્રમાણે દ્રશ્ય વગેરે ની અનુભતી હોય છે તેમ દરેક જીવ ને પોતાની અંગત અનુભૂતિ હોય છે. ક્યારેય કોઈએ બીજા સાથે સરખામણી કરવી જોઈએ નહિ. એકજ ગુરુના બે શિષ્યોની પણ અનુભૂતિ અલગ જ હોય તેનો અર્થ એવો નથી ગુરુએ જ્ઞાન આપવામાં કોઈ ભેદ રાખ્યો છે. ગુરુતો માર્ગદર્શન કરે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવું. બાકી આપણે ક્યાં માર્ગ ઉપર, ક્યાં વૃત્ત (ફલક) ઉપર છીએ તે પ્રમાણે નો આપણો અનુભવ હોય. શ્રધ્દ્ધા પૂર્વક પકડેલ માર્ગને અનુસરવાથી ગંતવ્ય ઉપર પહોચાય છે. વારે વારે માર્ગ બદલવાથી ગંતવ્ય ઉપર પહોચવું અઘરું થાય છે. એટલેકે બધા ધર્મ, કે ઈશ્વર એકજ છે. કોઈના ઈશ્વર મોટા, કોઈનો માર્ગ સારો એવું કશું નથી. દરેક માર્ગ એકજ ઈશ્વર પાસે લઇ જાય છે. આપણે આપણને શ્રધ્ધા અનુસાર માર્ગનું ગ્રહણ કરીને સફર કરતા રહેવી જોઈએ. માર્ગ માં અન્ય સહપ્રવાસી સાથે આનંદ અને પ્રેમ ની વહેચણી કરતા જવી.  
આવું જ ધર્મ નું છે. દરેક ધર્મ અંતે ઈશ્વર તરફ્નોજ માર્ગ દેખાડે છે, પણ વૃત્ત થી કેન્દ્ર તરફ ના અનંત માર્ગ છે તેમ તે દરેક અલગ દેખાય છે પણ અંતે તે એક જ ગંતવ્ય ઉપર લઇ જાય છે. વર્તુણમાં બે સામ સામે ની ત્રિજ્યા એક બીજાની વિરુદ્ધ હોય તેમ લાગે પરંતુ તે વૃત્ત ને કેન્દ્ર સાથે જ જોડે છે તેમ ક્યારેક વિરોધાભાસી લાગતા ધર્મ પણ અંતે તો ઈશ્વર તરફનો માર્ગ જ દેખાડે છે.

-    
--  ચેતન ભટ્ટ

No comments:

Post a Comment